ડેબી વુ

Jul 18, 2020, 05:09 AM IST

નવી દિલ્હી. ગૂગલ પછી ભારતમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપલના આઈફોન એસેમ્બલ કરનારી પેગાટ્રોન કંપની રોકાણ કરવાની તૈયારીમાં છે. પેગોટ્રોન દેશમાં તેનો પ્રથમ એસેમ્બલીંગ પ્લાન્ટ સ્થાપવાનો વિચાર કરી રહી છે. હકીકતમાં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ભારત સરકારે ગયા જૂન મહિનામાં 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજના ઘડી હતી. આ હેઠળ દેશ અને દુનિયાભરમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે.

ગૂગલે હાલમાં જ દેશમાં આગામી 5 વર્ષમાં 75 હજારનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ફોક્સકોન સહિત અનેક કંપનીઓ રોકાણ કરવા ઇચ્છુક છે. એક સૂત્રે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે હોનહાઈ નામથી પ્રસિદ્ધ ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી પેગાટ્રોન ભારત આવી રહ્યાં છે.

ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી એપલની ત્રીજી કંપની ભારત આવવાની તૈયારીમાં
પેગોટ્રોન આઈફોન માટે બીજી સૌથી મોટી એસેમ્બલિંગ કંપની છે. તેનો અડધો વેપાર એપલથી જ આવે છે. ચીનમાં કંપનીએ અનેક ફેક્ટરી ખોલી છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઈ ભવિષ્ય માટે કંપની સુરક્ષિત જગ્યા શોધી રહી છે. હાલમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન ભારતમાં આઈફોન બનાવી રહ્યાં છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here