• હરાજીમાં બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ એકમાત્ર બોલી લગાવનાર કંપની હતી
  • જેટ એરવેઝ જૂન 2019થી ઇનસોલ્વન્સી પ્રક્રિયાનો સામનો કરી રહી છે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 07:54 PM IST

નવી દિલ્હી. બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જેટ એરવેઝ પાસેથી બે માળ ખરીદવા જઈ રહી છે. આ માટે તે રૂ. 490 કરોડ ચૂકવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે યોજાયેલી હરાજીમાં બંને માળ માટે એકસરખો અનામત ભાવ રાખવામાં આવ્યો હતો. હરાજીમાં ઈન્વેસ્ટમેન્ટ ફંડ કંપની એકમાત્ર બિડર હતી. કેનેડિયન કંપની પાસે દેશમાં 2.5 કરોડ ચોરસફૂટની કોમર્શિયલ સ્પેસ છે.

બ્રુકફિલ્ડ પ્રતિ ચોરસ ફૂટના આશરે રૂ. 29,000 ચૂકવણી કરશે
જેટ એરવેઝના ગોદરેજ બિલ્ડિંગના બે માળ કુલ 1.7 લાખ ચોરસ ફૂટના છે. બ્રુકફિલ્ડ આ માટે પ્રતિ ચોરસ ફૂટના આશરે રૂ. 29,000ના દરે ચૂકવણી કરશે. પ્રોપર્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બ્રુકફિલ્ડ દ્વારા ટાંકવામાં આવેલા ભાવ વર્તમાન બજારની સ્થિતિમાં એકદમ વાજબી છે. જો પરિસ્થિતિ સામાન્ય હોત, તો આ મિલકત માટે 10% વધુ મળી શક્યા હોત. બ્રુકફિલ્ડે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. ગયા વર્ષે આ જ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં, પ્રાઈવેટ ઇક્વિટી કંપની બ્લેક સ્ટોને 6.5 લાખ ચોરસ ફૂટ જગ્યા માટે ચોરસ ફૂટ દીઠ રૂ. 40,000 ચૂકવ્યા હતા.

NCLTએ આ મહિને જેટની આ સંપત્તિ વેચવાની મંજૂરી આપી હતી
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના આ બે માળ HDFC પાસે ગીરવે છે. આ મહિનાની શરૂઆતમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT) આ બંને સંપત્તિ વેચવાની મંજૂરી આપી હતી. બંને માળના વેચાણથી થતી આવકનો ઉપયોગ જેટ એરવેઝની લોન ચૂકવવા માટે કરવામાં આવશે. આમાંથી રૂ. 360 કરોડ HDFCને આપવામાં આવશે. જોકે HDFC રૂ. 424 કરોડનો દાવો કરે છે. બંને માળના વેચાણથી થતી આવકના કેટલાક અન્ય ભાગનો ઉપયોગ US એક્ઝિમ બેંકની બાકી એરક્રાફ્ટ લોનની પતાવટ માટે કરવામાં આવશે.

દેવામાં ડૂબેલી જેટ એરવેઝ એપ્રિલ 2019થી બંધ છે
જેટ એરવેઝે એપ્રિલ 2019માં કામગીરી બંધ કરી દીધી હતી. કંપની જૂન 2019થી ઇનસોલ્વન્સી પ્રક્રિયાનો સામનો કરી રહી છે. કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છોછડીયાએ જેટ એરવેઝના 4 સંભવિત ખરીદદારોને શોર્ટલિસ્ટ કર્યા છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here