• Gujarati News
  • National
  • Guptesh Pandey, Who Has Taken VRS From The Post Of Bihar DGP, Said, “I Will Take A Decision On Entry Into Politics In A Day Or Two.”

પટના9 મિનિટ પહેલા

2009માં ગુપ્તેશ્વર પાંડેયને બીજેપીએ ભરોસો આપ્યો હતો કે તેમને લોકસભાની ટિકિટ મળશે, જોકે ટિકિટ મળી ન હતી.

  • 2009માં જ્યારે ગુપ્તેશ્વરે ડીજીપી પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારે લોકસભા ચૂંટણી લડી શકયા ન હતા
  • જદયૂ પાંડેયને બક્સર શહેરની સીટ કે કોઈ આસપાસની સીટ પરથી ચૂંટણી લડાવી શકે છે

બિહારના પૂર્વ પોલીસ મહાર્નિદેશક(DGP) ગુપ્તેશ્વર પાંડેયનું કહેવું છે કે ચૂંટણી માહોલમાં તેમને વિવાદિત બનાવવામાં આવ્યા હતા. કેરિયરમાં ધબ્બો ન લાગે તે માટે તેમણે નોકરી છોડી દીધી. રાજકારણમાં આવવા અંગે તેઓ એક-બે દિવસમાં નિર્ણય લેશે. વાંચો ભાસ્કરના સીધા સવાલો પર ગુપ્તેશ્વર પાંડેયના જવાબ…

તમે રાજીનામું શા માટે આપ્યું ?
પાંડેયઃ મારા વિશે મીડિયામાં રોજ સમાચારો આવી રહ્યાં હતા. હજારો માણસો ફોન કરી રહ્યાં હતા. કહેવામાં આવી રહ્યું હતું કે રાજીનામું આપીશું અને ચૂંટણી લડીશું. હવે ચૂંટણીના માહોલમાં તમે કોઈને વિવાદિત બનાવશો, તેનેે રાજકીય ચેહેરો બનાવી દેશો તો તે કઈ રીતે ચૂંટણી લડશે ? મેં આખી જીંદગી નિષ્પક્ષ થઈને નોકરી કરી છે. હવે હું મારા કરિયરમાં ધબ્બો ન પાડી શકુ. આ કારણે નોકરી છોડી.

રાજકારણમાં ક્યારે જશો ?
પાંડેયઃ જ્યારે રાજકારણમાં જવાનું હશે ત્યારે હું જણાવીશ. હાલ કોઈ નિર્ણય લીધો નથી, એક-બે દિવસમાં નિર્ણય કરીશું.

રાજકારણમાં આવશો તો બક્સરથી વિધાનસભાની ચૂંટણી લડશો કે પછી વાલ્મીકિનગરથી લોકસભાની પેટાચૂંટણી લડશો ?
પાંડેયઃ (સામે ઉભેલા લોકો તરફ ઈશારો કરતા) આ બધા બેગુસરાયથી આવ્યા છે, તેઓ કહી રહ્યાં છે કે અમારા ત્યાંથી ચૂંટણી લડો. તેઓ જહાનાબાદથી આવ્યા છે, તેમનું કહેવું છે કે અમારા ત્યાંથી ચૂંટણી લડો. મેં ચૂંટણી લડવાની વાત કયાં કરી છે ? મારા જેવો વ્યક્તિ નફો-નુકસાન જોઈને કઈ જ નક્કી ન કરે. સંઘર્ષ કરતા-કરતા અહીં સુધી પહોંચ્યો છું. ગરીબ ખેડૂતનો પુત્ર છું. જે આત્મા કહે છે, તે કરુ છું.

લોકો મને પૂછતા હતા કે ક્યાંથી ચૂંટણી લડી રહ્યાં છો. હું નિષ્પક્ષ થઈને કોઈ નિર્ણય કરીશ તો પણ તેને લોકો અલગ-અલગ રીતે જોશે. હું કરિયરના અંતિમ તબક્કામાં વિવાદમાં શાં માટે પડુ ? આ કારણે મેં સરકાર પર છોડી દીધું છે કે બીજા કોઈને ડીજીપી બનાવવામાં આવે.

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત પર શું કહેશો ?
પાંડેયઃ શિવસેના જે કહી રહી છે તે સત્ય છે શું ? શિવસેનાએ કંગના રનોટની સાથે શું કર્યું ? તેઓ જે પણ વાત કરે છે તે શું સાચી છે ? હું સુશાંત માટે આગળ આવ્યો તો તેમને મુશ્કેલી થવા લાગી. જે કેસ પુરો થઈ ગયો હતો તેને જીવતો કરવામાં આવ્યો.

ગુપ્તેશ્વરની DGP પછી આગામી ઈનિંગ રાજકારણી તરીકે
બિહારના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) ગુપ્તેશ્વર પાંડેયની સ્વૈચ્છિક સેવાનિવૃતિ(વીઆરએસ)ને બિહાર સરકારે મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે પાંડેય આમ જ કઈ પોતાનું રાજીનામું આપ્યું નથી. આ વખતે તેઓ પ્રત્યેક પગલા ખૂબ જ વિચારીને ભરી રહ્યાં છે. આ માટેનું કારણ એ છે કે 2009માં જ્યારે તેમણે રાજીનામુ આપ્યું હતું તો ચૂંટણી લડી શકયા ન હતા. તે સમયે તેમની વાત ભાજપ સાથે ફાઈનલ થઈ હતી.

2009માં તેમણે કહ્યું કે મોટું રિસ્ક લીધું હતું. ત્યારે તેમની નોકરીના 11 વર્ષ બચ્યા હતા, ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. એવામાં આ વખતે તેમણે નો રિસ્ક અંતર્ગત રાજીનામું આપ્યું છે, વાત જેડીયૂ સાથે ફાઈનલ કરી છે.

ઘણા મહિનાથી ચાલી રહી હતી ગુપ્તેશ્વરના રાજીનામાની વાત
ઘણા મહિનાથી ગુપ્તેશ્વર પાંડેયના રાજીનામાની વાત ચાલી રહી હતી. પાંડેય સતત રાજકારણમાં આવવાની કોશિશ કરી રહ્યાં હતા. બે દિવસ પહેલા જ્યારે તેઓ બક્સર ગયા અને ત્યાંના જદયૂ જિલ્લા અધ્યક્ષને મળ્યા ત્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે પાંડેય તેમની નવી ઈનિંગ રાજકારણમાં શરૂ કરનાર છે. તેઓ છેલ્લા થોડા દિવસોથી જદયૂના મોટા નેતાઓના સંપર્કમાં હતા અને તેનો ફાયદો તેમને આ ચૂંટણીમાં મળશે.

ખૂબ મળ્યો છે નીતીશનો સાથ
પાંડેયને મુખ્યમંત્રી નીતીશ કુમારનો સાથ મળ્યો છે. નીતીશ કુમારે પણ પાંડેયને સાથ આપ્યો છે. 31 જાન્યુઆરી 2019 પહેલા જ્યારે તેઓ બિહાર ડીજીપી ન હતા ત્યારે તેમણે બિહારમાં દારૂબંધીને લઈને મુવમેન્ટ ચલાવી હતી, તેમાં મોટા પાયે સફળતા મળી હતી. એમ માનવામાં આવે છે કે નીતીશે ખુશ થઈને પાંડેયને ડીજીપી પદની ભેટ આપી હતી. તાજેતરમાં જ જ્યારે સુશાંત સિંહ રાજપૂત મામલામાં રિયા ચક્રવર્તીએ નીતીશ કુમારને લઈને ટિપ્પણી કરી હતી તો પાંડેય ચક્રવર્તીને ઓકાતમાં રહેવાનું કહ્યું હતું.

બક્સરમાંથી ચૂંટણી લડી શકે છે ગુપ્તેશ્વર
સૂત્રોના જણાવ્યા મુજબ જેડીયૂ શાહાબાદમાં તેની પહોંચ વધારવા માટે ડીજીપી પાંડેયને બક્સર શહેરની કે તેની આસપાસની કોઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડાવી શકે છે. માનવામાં આવે છે કે શાહાબાદમાં સાસારામ, બક્સર, આરા લોકસભા સીટો બીજેપીના ખાતામાં છે અને જદયુ આ વિસ્તારમાં પોતાને મજબૂત કરવા માંગે છે.

ગુપ્તેશ્વર પાંડેય બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. એવામાં દક્ષિણ બિહારમાં જદયૂ બ્રાહ્મણ નેતા તરીકે પાંડેયને રજૂ કરી શકે છે. જદયૂ શાહાબાદના વિસ્તારમાં પાંડેયનો ચૂંટણીમાં ઉપયોગ કરશે અને તેમને બ્રાહ્મણ નેતા તરીકે રજૂ કરશે.

0

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here