• મોદી અચાનક લદ્દાખમાં પહોંચ્યા, 9 કલાકના પ્રવાસમાં તેમણે જવાનો સાથે મુલાકાત કરી હતી , 26 મિનિટની સ્પીચ આપી
  • મોદીએ કહ્યું- વિસ્તારવાદી શક્તિ વિશ્વમાંથી ખતમ થઈ ગઈ છે;આ અંગે ચીને કહ્યું આ નિવેદન વધારી- ચડાવીને આપવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 10:37 PM IST

નવી દિલ્હી. ગલવાનમાં ઝપાઝપી બાદ 18 દિવસ શુક્રવારે નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખમાં ગયા.તેમનો ઉદ્દેશ જવાનોનો આત્મવિશ્વાસ વધારવાનો હતો અને ચીનને આ અંગે સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે તેમની ગતિવિધિને ભારત સહન કરશે નહીં. 9 કલાકના આ પ્રવાસના સમયમાં મોદીએ ચીનનું નામ લીધુ ન હતું. જોકે, તેમના આ પ્રવાસ સમયે ચીનની પ્રતિક્રિયામાં તેની અકડામણ સ્પષ્ટપણે ઉભરતી હતી.  મોદીના આ પ્રવાસ સમયે ચીને એક દિવસમાં બે નિવેદન  આપ્યા છે. પ્રથમ વખતે બન્ને દેશ વચ્ચે ચાલી રહેલી વાતચીતને ટાંકી અને બીજી બાજુ વિસ્તારવાદી હોવાના મોદીની વાતને પોતાના માથે લઈ લીધી છે.

પ્રથમ નિવેદન મોદી લદ્દાખ પહોંચ્યાના સાડા ચાર કલાક બાદ આવ્યુ
મોદી સવારે આશરે સાડા નવ વાગે લદ્દાખમાં પહોંચ્યા હતા. અહીં જવાનો સાથે મુલાકાત કરી અને 26 મિનિટની સ્પીચ આપી હતી. મોદીએ આ સ્પીચમાં ચીનનું નામ લીધા વગર કહ્યું કે ભારત દરેક આક્રમણ બાદ વધારે મજબૂતી સાથે ઉભરી રહ્યું છે. કમજોર શાંતિની પહેલ કરી શકે નહીં. વીરતા જ શાંતિની શરત હશે. આ નિવેદન બાદ બપોરે આશરે 2 વાગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયોને કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે.અમે લશ્કરી અને રાજદ્વારી ચેનલ મારફતે સ્થિતિને સામાન્ય કરવા તથા તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ પણ પક્ષને એવી ગતિવિધિમાં સામેલ થવું જોઈએ નહીં કે જે સ્થિતિને બગાડે છે.

બીજુ નિવેદન હોસ્પિટલમાં જવાનો સાથે મુલાકાતના એક કલાક બાદ આવ્યુ
મોદીએ તેના લદ્દાખ પ્રવાસ લેહના આર્મી હોસ્પિટલમાં ગલવાન ઘાટીમાં ઝપાઝપીમાં ઈજા પામેલા જવાનો સાથે મુલાકાત લીધી હતી. આ તસ્વીરો અને વીડિયો આશરે સાડા પાંચ વાગે સામે આવ્યા.
મોદીએ કહ્યું કે તમે સૌએ મળીને જડબાતોડ જવાબ આપ્યો છે. વિશ્વ જાણવા ઈચ્છે છે કે આ વીર કોણ છે, તેમની તાલીમ કેવી છે? સમગ્ર વિશ્વ તમારી વીરતાનું એનાલિસિસ કરી રહ્યા છે.
આ અગાઉ મોદીએ તેમની સ્પીચમાં ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે વિસ્તારવાદે માનવ જાતિને નુકસાન પહોંચાડ્યુ છે, ઈતિહાસ દર્શાવે છેકે આવી શક્તિનો નાશ થઈ ગયો. જોકે, આ નિવેદન અંગે ચીનની પ્રતિક્રિયા મોદીની હોસ્પિટલમાં જવાનો સાથે મુલાકાતના એક કલાક બાદ આવી. ચીને કહ્યું કે અમે 14 પૈકી 12 પડોશી દેશ સાથે શાંતિપૂર્ણ વાતચીત મારફતે સીમાંકન નક્કી કર્યું. અમે સીમાના વિસ્તારોમાં મિત્રતાભર્યો સહયોગની જમીનમાં તબદિલ કરી છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here