• Gujarati News
  • National
  • India US Defence Latest News, 2+2 Dialogue Update: Michael Pompeo, Mark Esper | What IS BECA Agreement: Basic Exchange And Cooperation Agreement

એક મિનિટ પહેલા

ભારત- અમેરિકા 2+2 ડાયલોગ દરમિયાન મંગળવારે દિલ્હીમાં NSA અજિત ડોભાલ અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પરની સાથે. બંનેએ હાથ તો ન મિલાવ્યા, હાં કોણી મિલાવીને એક-બીજાનું અભિવાદન કર્યું.

ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓ અને રક્ષામંત્રીઓ વચ્ચે ત્રીજી 2+2 બેઠક દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ચાલી રહી છે. બંને દેશો વચ્ચે બેકા એટલે બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ પૂરો થયો છે. એનાથી ભારત મિસાઈલ હુમલા માટે અમેરિકાના વિશેષ ડેટાનો ઉપયોગ કરી શકશે, એમાં કોઈપણ વિસ્તારનાં ક્લિયલર ભૌગિક લોકેશન આપવામાં આવેલાં હોય છે.

આ પહેલાં અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને રક્ષામંત્રી માર્ક એસ્પરે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોમ્પિયો અને માર્ક એસ્પર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાર પછી રક્ષામંત્રી રાજનાથ સિંહે એસ્પર સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે પણ અમેરિકન વિદેશમંત્રી પોમ્પિયો સાથે ચર્ચા કરી હતી.

મુલાકાત બાદ રાજનાથસિંહે કહ્યું કે આ બેઠક બંને દેશો વચ્ચે રક્ષા સહયોગને વ્યાપાર કક્ષાએ લઇ જવાના ઉદ્દેશ્યથી યોજાઇ છે. 2+2 વાતચીત પહેલેથી જ નક્કી હતી, પરંતુ, ભારત-ચીન અને અમેરિકા- ચીનની વચ્ચે તણાવભર્યા માહોલને ધ્યાનમાં રાખીને તેને ચીનની ઘેરાબંધી તરીકે જોવામાં આવી રહી છે. જયશંકરે કહ્યું કે બેઠકમાં બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાની વાત થઈ હતી.

હૈદરાબાદ હાઉસમાં અમેરિકના વિદેશમંત્રી માઇક પોમ્પિયોની સાથે જયશંકર.

હૈદરાબાદ હાઉસમાં અમેરિકના વિદેશમંત્રી માઇક પોમ્પિયોની સાથે જયશંકર.

અપડેટ્સ

  • હૈદરાબાદ હાઉસમાં 2+0 બેઠક ચાલુ.
  • પોમ્પિયો અને એસ્પરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

2 + 2 વાતચીત શું છે?

આ વાતચીત બે દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રાલયો વચ્ચે થાય છે. ભૂતકાળમાં 2 બેઠકો યોજાઇ હતી

આ વખતે એજન્ડા શું છે?

પ્રશાંત ક્ષેત્રમાં ચીનની દખલગીરી અને લદાખમાં તેના આક્રમક વર્તનને આ વાતચીતમાં સમાવવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને, બેકા સમજૂતી થઈ શકે છે.

બેકા એટલે શું?

બેઝિક એક્સચેન્જ એન્ડ કો ઓપરેશન એગ્રીમેન્ટ (બેકા)ની સાથે ભારત મિસાઇલ એટેક માટે વિશેષ અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી શકશે. તે કોઈપણ ક્ષેત્રનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ધરાવે છે.

એક્સપર્ટ વ્યૂ: બેકા કરાર માટે આ સૌથી અનુકૂળ સમય છે, ચીન મામલે સ્પષ્ટ વાત કરવી પડશે

પૂર્વ વિદેશ સચિવ શશાંકના જણાવ્યા મુજબ, ચીન સાથેના આપણા સંબંધો જે સ્થિતિ પર આવી ગયા છે તે માટે બેકા કરાર ખૂબ મહત્વનો બની જાય છે. તેથી 2 + 2 વાતચીતના કેન્દ્રમાં બેકા છે. જો સમજૂતી થાય છે, તો બંને દેશો જિઓ સ્પેશિયલ ક્ષેત્રમાં સહયોગ વધારશે. કારગિલ યુદ્ધ દરમિયાન, અમેરિકાએ એમ કહીને આપણું જીપીએસ બંધ કરી દીધું હતું કે, કરાર શાંતિના સમયગાળા માટેનો હતો. જો કે, તે પછી અમે સંરક્ષણ ક્ષેત્રમાં લિમોઆ અને કોમકાસા નામના બે કરાર કર્યા છે.

હવે અમારા મંત્રીઓએ ધ્યાનમાં રાખવું પડશે કે કરાર યુદ્ધ સમય માટે પણ લાગુ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, તેથી ફક્ત સૈદ્ધાંતિક સંમતિથી આ કેસ અટકી શકે છે. જ્યોર્જ બુશ રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ આ પરિસ્થિતિ એક વખત સર્જાઇ હતી. પરંતુ, ત્યારે વિરોધી પક્ષોએ કહ્યું હતું કે અમે ચીન સાથે જવા માંગીએ છીએ. આજે બદલાયેલી પરિસ્થિતિમાં આપણે અમેરિકાને સ્પષ્ટ કહેવું પડશે કે ઈરાન મુદ્દે ચીનને બહાર રાખવું જરૂરી છે, નહીં તો ભારત ખરાબ રીતે ઘેરાયેલું રહેશે. કેમકે, ચીન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળમાં પગ જમાવવાના પ્રયાસ કરી રહ્યું છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here