દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 11:24 AM IST

ફોર્બ્સ મેગઝીનની મોસ્ટ વેલ્યૂએબલ સ્પોર્ટ્સ ટીમની સૂચિમાં અમેરિકાની રગ્બી ટીમ ડલાસ કાઉબોય સતત 5મા વર્ષે ટોપ પર છે. 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ 5.5 બિલિયન ડોલર (આશરે 41,211 કરોડ રૂપિયા) હોવાનો અંદાજ છે. ડલાસ ટીમની આ બ્રાન્ડ વેલ્યૂ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી મોંઘી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ કરતા 5 ગણા વધારે છે.

ડફ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર, 2019માં મુંબઇ ઇન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ અંદાજીત 809 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, IPLની કુલ બ્રાન્ડ વેલ્યૂ 47,500 કરોડ રૂપિયા હતી. આ એકલા ડલાસ કરતા માત્ર 6289 કરોડ વધારે છે.

ફોર્બ્સની મોસ્ટ વેલ્યૂએબલ સ્પોર્ટ્સ ટીમની યાદીમાં ટોપ -5માં કોઈ ફૂટબોલ ટીમ નથી. સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ 4.24 બિલિયન ડોલર (લગભગ 31,771 કરોડ રૂપિયા) ની કિંમત સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે લિયોનેલ મેસ્સીની ટીમ બાર્સેલોનાની બ્રાન્ડ વેલ્યૂ 4.02 બિલિયન ડોલર (લગભગ 30,121 કરોડ રૂપિયા) છે. તે 8મા નંબર પર છે. તે જ સમયે, કોઈ પણ ક્રિકેટ ટીમ ટોપ -50ની આ સૂચિમાં શામેલ નથી.

કોરોનાવાયરસ જેવી મહામારીમાં દુનિયાભરના રમત જગતને ભારી નુકસાન થયું છે. તેવામાં માત્ર ડલાસ કાઉબોય એકમાત્ર ટીમ છે જેને ફાયદો થયો છે. આ ટીમે 2018માં 420 મિલિયન ડોલર (લગભગ 3147 કરોડ રૂપિયા)નો ફાયદો થયો હતો. આ એક વર્ષમાં સ્પોર્ટ્સ ટીમ દ્વારા સૌથી વધુ કમાણીનો પણ રેકોર્ડ છે.

ટોપ -50માં એક પણ ક્રિકેટ ટીમ નથી. આ યાદીમાં રગ્બીની સૌથી વધુ 27 ટીમ છે, જ્યારે બાસ્કેટબોલની 9 ટીમ છે. ટોપ-5માં NBAની ત્રણ ટીમો સામેલ છે.

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં 13.5 %નો વધારો થયો

  • સપ્ટેમ્બર 2019માં, ગ્લોબલ એડવાઇઝર કંપની ડફ અને ફેલ્પ્સે IPLની બ્રાન્ડ વેલ્યૂ અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો.
  • આ અહેવાલ મુજબ, IPLની બ્રાન્ડ વેલ્યૂમાં 2018ની સરખામણીએ 2019માં 13.5% નો વધારો થયો છે.
  • 2018માં IPLની બ્રાન્ડ વેલ્યૂ 41 હજાર 800 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 47 હજાર 500 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
  • IPL જ નહીં, તેમાં રમતી ટીમોની બ્રાન્ડ વેલ્યૂ પણ સતત વધી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ 809 કરોડ રૂપિયા છે. તે પછી ચેન્નાઈ સુપરકિંગ્સ છે.​​​

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here