2 દિવસ પહેલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ પ્રથમ T-20 2 રને અને બીજી T-20 6 વિકેટે જીત્યું હતું.

  • ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 145 રન કર્યા, જોની બેરસ્ટોએ ફિફટી મારી
  • ઓસ્ટ્રેલિયાએ 3 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો, ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાની માત્ર બીજી T-20 જીત, ફિન્ચ અને માર્શે 39-39 રન કર્યા

ઓસ્ટ્રેલિયાએ 3 મેચની T-20 સીરિઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. આ સાથે તેણે ઇંગ્લિશ ટીમને વ્હાઇટવોશ કરતા રોકી. યજમાને આ સીરિઝ 2-1થી પોતાના નામે કરી.

ટોસ જીતીને આરોન ફિન્ચે બોલિંગ લીધી હતી. જોસ બટલર અને ઓઈન મોર્ગનની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 145 રન જ કરી શક્યું હતું. કાંગારૂએ 3 બોલ રાખીને 5 વિકેટે મેચ પોતાના નામે કરી. કેપ્ટન આરોન ફિન્ચ અને મિચેલ માર્શે 39-39 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી. રાશિદે 3 વિકેટ ઝડપી. ઇંગ્લેન્ડ માટે જોની બેરસ્ટોએ 55 રન કર્યા. ઝામ્પાને 2 વિકેટ મળી.

ઇંગ્લેન્ડ 7 શ્રેણીથી અપરાજિત

શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજિત કર્યું હતું. પ્રથમ T-20 પણ 2 રને જીત્યું હતું. આ સાથે, ઇંગ્લેન્ડની 2 વર્ષની અંદર સતત સાતમી T-20 શ્રેણી છે, જેમાં તે હાર્યું નથી. આ સમય દરમિયાન તેણે 6 સિરીઝ જીતી હતી. ગયા મહિને પાકિસ્તાન સામેની T-20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી.

ઓસ્ટ્રેલિયાએ 19માંથી 10 મેચ જીતી

બંને દેશો વચ્ચે અત્યાર સુધી 19 T-20 થઈ છે. ઓસ્ટ્રેલિયા 10 અને ઇંગ્લેન્ડ 8 જીત્યું છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ નબળો છે. બંને દેશો વચ્ચે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 9 મેચ થઈ છે. આમાં ઓસ્ટ્રેલિયા માત્ર 2 જ જીત્યું છે, જ્યારે 6 હારી ગયું છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

0

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here