• ચીન રુઈ ગુવાન નામના આ ગામને તિબ્બત સ્વાયત્ત ક્ષેત્ર (TAR)નો ભાગ માને છે
  • ગામમાં 72 પરિવાર રહે છે, સત્તાવાર નકશામાં પણ ગામ નેપાળનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે

દિવ્ય ભાસ્કર

Jun 24, 2020, 01:25 AM IST

કાઠમંડુ. નેપાળના ગોરખા જીલ્લાના એક ગામમાં 60 વર્ષથી ચીનનું રાજ ચાલી રહ્યું છે અને નેપાળની સરકારે ક્યારેય કોઈ વિરોધ નથી કર્યો. ચીન રુઈ ગુવાન નામના આ ગામને તિબ્બત સ્વાયત ક્ષેત્ર (TAR)નો હિસ્સો બતાવે છે. નેપાળના પેપર અન્નપૂર્ણા પોસ્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. આ ગામમાં 72 પરિવાર છે. નેપાળ સરકારે સત્તાવાર નકશામાં પણ આ ગામ નેપાળની સીમામાં દેખાડવામાં આવેલ છે, જોકે અહીં નેપાળ પ્રશાસન ચલાવતું નથી. વિસ્તારને ચીને પોતાના અધિકારમાં રાખ્યું છે.

 નેપાળ સરકાર વસુલે છે ગાંવવાળા પાસેથી રેવન્યૂ 
રિપોર્ટ્સ પ્રમાણે ચીને નેપાળી સીમામાં સ્થિત આ ગામોમાં પોતાના પિલ્લર પણ લગાવ્યા છે, જેથી આ અતિક્રમણને વ્યાજબી ઠરાવી શકે. ગોરખા જિલ્લાના રેવન્યૂ કાર્યાલયમાં પણ ગામવાળા પાસેથી રેવન્યૂ વસુલવાના દસ્તાવેજ છે. રેવેન્યૂ અધિકારી ઠાકુર ખાનલે જણાવ્યું કે ગ્રામીણો પાસેથી રેવેન્યૂ વસુલ કરવાના દસ્તાવેજ હજુ પણ ફાઈલમાં સુરક્ષિત છે.

અન્નપૂર્ણા પોસ્ટે લખ્યું કે નેપાળ આ વિસ્તાર ક્યારેય પણ ચીન સામેના યુદ્ધ સમયે નથી હાર્યું અને ન તો બન્ને દેશ વચ્ચે એવી વિશેષ સમજૂતી હતી. તે ફક્ત એક સરકારી લાપરવાહીનું પરિણામ છે. બન્ને દેશે સીમા નક્કી કરવા અને પિલ્લર લગાવવા માટે વર્ષ 1960માં સર્વેયર લગાવ્યા હતા. પણ, જાણી જોઈને  પિલ્લર નંબર 35ને એવી જગ્યાએ લગાવવામાં આવ્યો કે જેથી રુઈ ગુવાનનો વિસ્તાર ચીનના અધિકાર ક્ષેત્રમાં જતો રહ્યો.

ચીને અન્ય અનેક વિસ્તારોનું માર્કિંગ શરૂ કર્યું
ગ્રામીણ મ્યુનિસિપાલિટીના વોર્ડના ચેરમેન બહાદુર લામાએ કહ્યું કે અનેક લોકો વર્ષ 1960માં આ વિસ્તારને તિબ્બતમાં સામેલ કરવા બદલ ખુશ ન હતા. તેઓ રાતોરાત સામ્ડો જતા રહ્યા અને ત્યાંથી 1000-1200 ઐતિહાસિક દસ્તાવેજ લઈને આવ્યા. રુઈ ગુવાનથી સામ્ડો જવા માટે ચાલીને આશરે 6 કલાક સમય લાગે છે. પિલ્લર નંબર 35 લાગ્યા બાદથી ચીન રુઈ ગુવાન પર પોતાનો અધિકાર દર્શાવે છે. આ ઉપરાંત અહીં ચેકમ્પાર સીમાના અનેક વિસ્તારોમાં પણ પિલ્લર લગાવી માર્કિંગ શરૂ કરી રહ્યું છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here