• વિશ્વમાં અત્યાર સુધી 7.18 લાખ મોત થયા, 1.23 કરોડ લોકો સાજા થયા
  • અમેરિકામાં અત્યાર સુધીમાં 51 લાખ સંક્રમિત, જ્યારે 1.65 લાખ મોત થયા
  • બ્રાઝીલમાં મૃત્યુનો આંકડો 1 લાખને વટાવી ગયો, સાઓ પાઉલોમાં સૌથી વધુ 25 હજાર કેસ

દિવ્ય ભાસ્કર

Aug 09, 2020, 03:03 PM IST

વોશિંગ્ટન. વિશ્વમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 98 લાખ 3 હજાર 3 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 27 લાખ 20 હજાર 568 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 7 લાખ 29 હજાર 568ના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસોમાં ઘરેલું સંક્રમણનો એક પણ કેસ પ્રકાશમાં આવ્યો નથી.

10 દેશ, જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સાજા થયા
અમેરિકા 51,49,723 1,65,070 26,38,470
બ્રાઝીલ 30,13,369 1,00,543 20,94,293
ભારત 21,52,020 43,453 14,79,804
રશિયા 8,82,347 14,854 6,90,207
સાઉથ આફ્રિકા 5,53,188 10,210 4,04,568
મેક્સિકો 4,75,902 52,006 3,18,638
પેરુ 4,71,012 20,844 3,19,171
ચિલી 3,71,023 10,011 3,44,133
સ્પેન 3,61,442 28,503 ઉપલબ્ધ નથી
કોલંબિયા 3,76,870 12,540 2,04,591

ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી એક પણ કેસ નથી
ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે તેમ છતાં સત્તાવાળોઓને દેશમાં ફરીથી કેસ આવવાની ચિંતા સતાવી રહી છે. આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે પહેલા જે રીતે લોકો નિયમોનું પાલન કરતા હતા તેવું પાલન હાલ થઈ રહ્યું નથી. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે દેશમાં 1219 લોકો સંક્રમિત મળ્યાં હતા, જેમાંથી મોટાભાગના લોકો સાજા થઈ ગયા છે. હાલ દેશમાં 23 દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે દેશના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો અશલે બ્લૂમફીલ્ડે કહ્યું કે વિશ્વના બીજા દેશોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એવામાં આપણે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

બ્રાઝીલમાં મૃત્યુનો આંકડો 1 લાખને વટાવી ગયો, સાઓ પાઉલોમાં સૌથી વધુ 25 હજાર કેસ
બ્રાઝીલમાં શનિવારે 905 લોકોના મોત થયા અને 49 હજાર 970 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 30 લાખ 12 હજાર 412 સંક્રમિત મળ્યાં છે. 25 હજાર મોત અને 6 લાખથી વધુ કેસની સાથે સાઓ પાઉલો રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત છે. બ્રાઝીલ સંક્રમણના મામલામાં અમેરિકા પછી વિશ્વમાં બીજા નંબરે છે.

બ્રાઝીલના સાઓ પાઉલો રાજ્ય સ્થિત એક કબ્રસ્તાનમાં શનિવારે કબર તૈયાર કરતા કર્મચારીઓ.

મેક્સિકોઃ સંક્રમિતોનો આંકડો 5 લાખની નજીક
મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 6495 નવા કેસ પ્રકાશમાં આવ્યા અને 695 લોકોના મોત થયા. આ સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4 લાખ 75 હજાર 902 થઈ છે. અત્યાર સુધીમાં અહીં 52 હજાર 06 સંક્રમિત મળ્યા છે. જોન હોપકિંસ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ મેક્સિકો સંક્રમણના મામલામાં વિશ્વના છઠ્ઠા નંબરે અને મોતના મામલામાં ત્રીજા નંબરે છે. તેમાં છતા અહીંના રાષ્ટ્રપતિ મૈનુઅલ લોપેજ ઓબ્રાડોરે કહ્યું કે દેશમાં રોજગાર વધી રહ્યાં છે. ઓગસ્ટમાં 15 હજાર નોકરીઓ સર્જાઈ છે.

મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીના એક કબ્રસ્તાનમાં એક-બીજાને સંભાળવાની કોશિશ કરતા એક મૃતકના પરિવારના સભ્યો.

અમેરિકાઃ દર 6માંથી એક વ્યક્તિ સંક્રમિત
ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ અમેરિકામાં દર 6 લોકોમાંથી એક સંક્રમિત છે. અહીં 1 લાખ 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. 5 લાખ 45 હજારથી વધુ મામલાઓની સાથે અહીંનું કેલિફોર્નિયા રાજ્ય સૌથી વધુ પ્રભાવિત છે. રાષ્ટ્રુપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મહામારીના કારણે નુકસાન ઉઠાવી રહેલા અમેરિકાના લોકોને રાહત આપવા માટે એક વિશેષ રાહત પેકેજ પર સાઈન કરી.

અમેરિકાના જોર્જિયાના એક રસ્તામાંથી પસાર થતા લોકો. હાલ પણ અહીં ઘણાં લોકો માસ્ક પહેરવા બાબતે બેદરકારી રાખી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયાઃ ન્યુ સાઉથ વેલ્સમાં નવા પ્રતિબંધો
ઓસ્ટ્રેલિયાએ તેના ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં મુસાફરી સાથે જોડાયેલા નવા પ્રતિબંધો લગાવ્યા છે. અહીં ગત મહિને નવા મામલાઓ પ્રકાશમાં આવવાની સાથે જ સખ્ત નિયમ લાગુ કરવામાં આવ્યા હતા. હવે ન્યુ સાઉથ વેલ્સમાં પાડોશી રાજ્ય વિક્ટોરિયાથી પરત આવનારા તમામ લોકોને બે સપ્તાહ સુધી હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. માત્ર ઘરેલું ઉડાનો દ્વારા વિક્ટોરિયાના લોકો ન્યુ સાઉથ વેલ્સ જશે. સરકારે આ બંને રાજ્યોની વચ્ચેની બોર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here