• ૩ મહિના પછી પહેલીવાર ઓપેરા હાઉસ ગૂંજી ઉઠ્યું
  • સ્પેનિશ કલાકારો આ 2, 292 કૂંડાંને હેલ્થ વર્કર્સને ડોનેટ કરશે

દિવ્ય ભાસ્કર

Jun 24, 2020, 12:17 PM IST

બાર્સેલોના. યુરોપના દેશોમાં કોરોના વાઈરસનો કહેર ઓછો થતા અહિ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ઇટલીના બાર્સેલોના શહેરમાં ‘એલ લિસોઉ’ ઓપેરા હાઉસમાં સોમવારે કોન્સર્ટ યોજાયો હતો. ૩ મહિનાના લોકડાઉન પછીનો આ પ્રથમ કોન્સર્ટ હતો, પણ તે અન્ય કોન્સર્ટની જેમ સામાન્ય નહોતો. ઓપેરા હાઉસની ઓડિયન્સમાં 2, 292 કૂંડાંમાં વાવેલા છોડ ગોઠવાઈ ગયા હતા. 

સ્પેનિશ આર્ટિસ્ટ યુગેનિઓ એમ્પુડીયાએ આ આઈડિયા વિશે કહ્યું કે, કોરોના મહામારીમાં મેં પ્રકૃતિ સાથે ઘણો સમય પસાર કર્યો અને તેમાંથી જ મને આ કામ કરવાની પ્રેરણા મળી. મેં લોકડાઉનમાં સવારથી સાંજ પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું. પક્ષીઓને ગીત ગાતા સાંભળ્યા અને મારા ગાર્ડનમાં ઝડપથી વધી રહેલા છોડને પણ જોયા. હું મ્યૂઝિકની મદદથી માણસો સાથે જેટલો કનેક્ટ થયો છું તેટલો જ પ્રકૃતિ સાથે પણ થયો છું આથી જ મેં લોકડાઉન પછીના મારા પ્રથમ કોન્સર્ટમાં ઓડિયન્સમાં કૂંડાં સાથેના છોડને ગોઠવ્યા. આ અનુભવ હું ક્યારેય નહિ ભૂલી શકું.  

સ્પેનિશ કલાકારો આ 2, 292 કૂંડાંને હેલ્થ વર્કર્સને ડોનેટ કરશે અને કોરોના મહામારી દરમિયાન તેમના કામ બદલ ‘થેંકયુ’ કહેશે. 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here