• Gujarati News
  • International
  • 2200 Doctor’s Letter To British PM, Writes Thousands Of Families Are Unemployed, Give Free Food To 40 Lakh Poor Children

લંડન3 કલાક પહેલા

  • કૉપી લિંક

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ફાઇલ તસવીર.

  • બ્રિટનની શાળાઓ સોમવારથી એક અઠવાડિયું બંધ, ગરીબ બાળકો સ્કૂલના ભોજન પર જ નિર્ભર
  • ડૉક્ટરોએ કહ્યું- મહામારીના સમયમાં બાળકોને રજા પર મોકલી દેવાં યોગ્ય નથી

કોરોના વાઈરસે દુનિયાભરમાં કોહરામ મચાવી દીધો છે. અનેક દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં તો સ્થિતિ માંડ સુધરી, ત્યાં ફરી લૉકડાઉન કરવાની ફરજ પડી છે. આ દરમિયાન બ્રિટનના બાળરોગ નિષ્ણાત ડૉક્ટરોએ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખીને માંગ કરી છે કે, દેશનાં ગરીબ બાળકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ.

રોયલ કૉલેજ ઑફ પીડિયાટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થના 2200 ડૉક્ટરોએ જ્હોન્સનને લખેલા ખુલ્લા પત્રમાં લખ્યું છે કે, બ્રિટનમાં મોટા ભાગની સ્કૂલોમાં સોમવારથી રજાઓ જાહેર કરાઈ છે. આ કારણસર દેશનાં આશરે 40 લાખ બાળકોને પૂરતું ભોજન નહીં મળી શકે કારણ કે તેઓ ફક્ત સ્કૂલના ભોજન પર જ નિર્ભર છે. બીજી તરફ, મહામારીના કારણે હજારો લોકોની નોકરી પણ જતી રહી છે, જેથી અનેક પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જે પરિવારો પહેલા સરળતાથી ગુજરાન ચલાવી લેતા હતા, તેઓ અત્યારે કલાકો કામ કર્યા પછી પણ ભૂખ્યા રહે છે. આ સ્થિતિમાં બાળકોને રજા પર મોકલી દેવા અયોગ્ય છે. આ ગરીબ બાળકો માટે સરકારે પોષણયુક્ત ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો સ્કૂલો બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. ડૉક્ટરોએ વડાપ્રધાન જ્હોન્સનને લખેલા પત્રમાં માન્ચેસ્ટરના ફૂટબોલર માર્ક્સ રેશફોર્ડના પણ વખાણ કરતા લખ્યું છે કે, બાળગરીબી વિરુદ્ધ રેશફોર્ડની પહેલ સરાહનીય છે. તેઓ ગરીબ બાળકોને મફતમાં ભોજન આપી રહ્યા છે. હવે તેમની સાથે અનેક ડૉક્ટરો પણ જોડાઈ ચૂક્યા છે.

‘કોઈ બાળક ભૂખ્યું ના રહે’ એવી પિટિશન પર 9 લાખ હસ્તાક્ષર
માન્ચેસ્ટર યુનાઈટેડના 22 વર્ષીય સ્ટ્રાઈકર માર્ક્સ રેશફોર્ડે ભૂખ્યાં બાળકોને ભોજન આપવાની પહેલ શરૂ કરી છે. તેને નામ અપાયું છે, ‘કોઈ બાળક ભૂખ્યું ના રહે’. આ મુદ્દે માર્ક્સે જૂનમાં બ્રિટિશ સાંસદોને પત્ર લખીને માંગ કરી હતી કે, ‘સરકારે સ્કૂલમાં ભણતા ગરીબ બાળકોને નિ:શુલ્ક ભોજન આપવું જોઈએ.’ બાદમાં સરકારે તેનો અમલ પણ કર્યો હતો, પરંતુ થોડા દિવસ પછી નિર્ણય બદલી નાંખ્યો. એટલે રેશફોર્ડે ઓનલાઈન પિટીશન શરૂ કરી હતી, જેના સમર્થનમાં સોમવાર સુધી 9 લાખ લોકો હસ્તાક્ષર કરી ચૂક્યા છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here